
મધ્યપ્રદેશના ભિંડ શહેરની ક્રુષ્ણ કોલોનીમાં એક વહુને પોખવાની તૈયારીઓ ચાલી રહી હતી જોકે અચાનક જ ઘરમાં મૃતદેહ આવતા ઘરના અંદર ગમગીની છવાઈ ગઈ હતી બપોરના સમયે અટલ પોરસા હાઇવે પર અકમતમાં બનેલી ઘટનાને પગલે વરરાજનું અવસાન થયું હતું.
શહેરની ક્રુષ્ણ કોલોનીમાં રહેતા રામ બાબુ ભાઈ વાલ્મિકીના 20 વર્ષીય પુત્ર સોનુંના લગ્ન પોરસા કનોથમાં રહેતી જ્યોતિ સાથે નક્કી થયા હતા સોમવારના રોજ સોનું જાન લઈને કનોથા જઈ રહ્યો હતો.
અને રાત્રે લગ્નની તમામ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી બીજા દિવસે વિદાય હતી અને વિદાય પહેલા સવારે સોનું ફોઈના દીકરા અરુણ, અર્જુન, મનીષ અને અભિષેક અને જીજા સાથે કાર સજાવવા માટે પોરસા ગયા હતા.
સામેથી આવતી કારણે ઓવરટ્રેક કરવાના ચક્કરમાં સોનુંની ગાડી કાબૂ ગુમાવી બેઠી હતી આ કારણે નજીકમાં આવેલા વીજળીના થાંભલા સાથે અથડાઇ હતી આ અથડામણ એટલી જોરદાર હતી કે કારમાં બેસેલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાં સોનું પણ હતો.
સોનુંને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં આગળની હોસ્પીટલમાં સારવાર માટે સોનુંની તૈયારી કરવામાં આવી રહી હતી અને રસ્તામાં જ સોનુંનું અવસાન થઈ ગયું હતું.
Leave a Reply