
અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં ઈડન ટાવરના બ્લોક Vમાં આગ લાગી હોવાની માહિતી મળી છે ઘટનાની જાણ થતાં જ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે હવે આગ પાછળ મોટો ખુલાસો થયો છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે પુરાવાનો નાશ કરવા માટે પતિએ જ પત્નીની હત્યા કર્યા બાદ ઘરમાં આગ લગાવી દીધી હતી ગોદરેજ ગાર્ડન સિટીમાં એક મકાનમાં આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
અને આગને કાબૂમાં લીધી હતી. જો કે આ ઘટનામાં સિક્યુરિટી ગાર્ડે નવો ખુલાસો કર્યો છે. સિક્યોરિટી ગાર્ડનું કહેવું છે કે ઘરમાં આગ લાગી તે પહેલા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને બંનેના શરીર પર છરીના ઘા હતા.
પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો દુઃખદ અંત આવે છે પુરાવાનો નાશ કરવા પતિએ પત્નીની હત્યા કર્યા બાદ ઘરમાં આગ લગાવી દીધી હતી હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Leave a Reply