
હાલમાં નવસારીમાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે નવસારીની સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપીઓએ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ પર પથ્થરમારો કર્યો હતો આ સમાચાર કોર્ટ પરિસરમાં પવનની જેમ ફેલાતાં નવસારી બાર એસોસિએશને સમગ્ર ઘટનાને વખોડી કાઢી હતી.
આરોપી દ્વારા પથ્થરમારાની ઘટનાની સુનાવણી કરી રહેલી મહિલા ન્યાયાધીશનો ભાગી છૂટ્યો હતો જેલ જાપ્તાએ પણ આરોપીને કોર્ટમાં લઇ જતા પહેલા તેની તપાસ કરી લેવી જોઇએ તેવી ચર્ચા ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2019ના મારામારીના કેસના આરોપી ધર્મેશ ઉર્ફે ગુલાબ રાઠોડે નવસારીના કબીલપુરમાં રહેતા લોકો પર મારપીટ કરી હતી ત્યારથી તેની સામે કેસ ચાલી રહ્યો છે આ જ આરોપીએ અગાઉ એમએ શેખ નામના જજ પર ચપ્પલ વડે હુમલો કર્યો હતો.
નવસારીના વકીલોમાં એવી ચર્ચા છે કે જો કોર્ટ પરિસરમાં કાયદા સાથે સંકળાયેલા લોકો સુરક્ષિત નથી તો સામાન્ય માણસની શું હાલત થશે? આ જ આરોપીએ અગાઉ એમએ શેખ નામના જજ પર ચપ્પલ વડે હુમલો કર્યો હતો.
આવી સ્થિતિમાં જેલજાપની જવાબદારી પણ બને છે કે આરોપીની તપાસ કરીને જ તેને કોર્ટમાં લાવવો જોઈતો હતો. હુમલાની ઘટનાને બાર એસોસિએશન દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે.
Leave a Reply