
અભિનેત્રી અને ગાયિકા રાગેશ્વરી લૂમ્બાએ 90ના દાયકામાં બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું તેમના ઘણા ગીતો લોકોને ખૂબ પસંદ આવ્યા હતા તેના યુગ દરમિયાન રાગેશ્વરીએ સૈફ અલી ખાન, ગોવિંદા અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.
નાની ઉંમરથી, તેણીએ ગ્લેમરની દુનિયામાં પગ મૂક્યો હતો. જ્યારે તેનું પહેલું મ્યુઝિક આલ્બમ દુલ્હનિયા રિલીઝ થયું ત્યારે રાગેશ્વરી માત્ર 22 વર્ષની હતી તેણે આ આલ્બમમાંથી ગીતો પણ ગાયા અને તેમાં અભિનય પણ કર્યો. રાગેશ્વરીનું નામ 90ના દાયકાના ટોચના પોપ સ્ટાર્સમાં પણ સામેલ હતું.
જો કે કરિયરના શિખર પર પહોંચ્યા પછી તેને બીમારી થઈ ગઈ મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક દિવસ એક્ટ્રેસે પોતાના ચહેરા પર બદલાવ અનુભવ્યો જ્યારે તેણે ડૉક્ટર સાથે વાત કરી ત્યારે રાગેશ્વરીને ખબર પડી કે તેને પેરાલિસિસનો હુમલો આવ્યો છે જેના કારણે રાગેશ્વરીનો અડધો ચહેરો અને છાતી સુન્ન થઈ ગઈ હતી.
સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે રાગેશ્વરી કોઈની સાથે વાત પણ કરી શકતી નહોતી. જોકે, યોગ અને થેરાપીની મદદથી તેમની સ્થિતિમાં ધીમે-ધીમે સુધારો થતો ગયો, પરંતુ તે પછી તેણે ગાવાનું બંધ કરી દીધું.
રાગેશ્વરીએ 2012 માં લંડન સ્થિત વકીલ સુધાંશુ સ્વરૂપ સાથે લગ્ન કર્યા જેઓ તેમના બાળકો સાથે લંડનમાં રહે છે તે ઘણીવાર તેના ચાહકો સાથે સોશિયલ મીડિયા પર સુંદર ફોટા અને વિડિઓઝ શેર કરે છે પહેલેથી જ રાગેશ્વરીનો લૂક ઘણો બદલાઈ ગયો છે. તે હજુ પણ ખૂબ જ સુંદર લાગે છે.
રાગેશ્વરીની ફિલ્મોની વાત કરીએ તો તેણે 1993માં ગોવિંદાની સુપરહિટ ફિલ્મ આંખેથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી આ પછી તે અક્ષય કુમાર અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ મેં ખિલાડી તુ અનારીમાં સૈફ સાથે જોવા મળી હતી આ સિવાય રાગેશ્વરીએ દિલ કિતના નાદાન હૈ મુંબઈ સે આયા મેરા દોસ્ત જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
Leave a Reply