
બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય ના નામથી આજે કોઈ અજાણ્યું નથી. આ એક એવી અભિનેત્રી છે જે પોતાના અભિનયની સાથે સાથે પોતાની સુંદરતાને કારણે પણ હંમેશા યુવાનોમાં ચર્ચામાં રહી છે જો કે હાલમાં આ અભિનેત્રી સોશીયલ મીડીયા પર વાયરલ થઇ રહેલા એક ફોટાને કારણે ચર્ચામાં આવી છે.
હાલમાં અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચનનો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે સેંથીમાં સિંદૂર સાથે જોવા મળી રહી છે નોધનિય છે કે આ ફોટો વર્ષ 2001નો છે જે ડાયરેકટર ફરાહ ખાને સોશીયલ મીડીયા પર શેર કર્યો છે. ફરાહ ખાને પોસ્ટ કરેલા આ ફોટામાં સાજીદ ખાન, ફરાહ ખાન ફરહાન અખ્તર અને રાની મુખર્જી સાથે એશ્વર્યા રાય જોવા મળી રહી છે.
આ ફોટાને શેર કરતા ફરાહ ખાને લખ્યું કે આ ફોટો વર્ષ ૨૦૦૧નો છે.આ ફોટામાં એશ્વર્યા રાય સિંદૂર સાથે જોવા મળતા હાલમાં સોશીયલ મીડીયા પર ચર્ચા શરૂ થઈ છે આ ફોટાને જોતા કેટલાક લોકોનું કહેવું છે કે ફરાહ ખાને વર્ષ લખવામાં ભૂલ કરી છે અથવા તો એશ્વર્યા રાયે વર્ષ 2001માં જ પહેલાં લગ્ન કરી લીધા હતા.
જો કે આ વિવાદ આગળ વધતા પહેલાં જ ફરાહ ખાને આ અંગે સ્પષ્ટતા કરી છે ફરાહ ખાને જણાવ્યું કે તે દિવસે એશ્વર્યા રાય દેવદાસ ફિલ્મની શૂટિંગ માથી સીધી જ તેમના ઘરની પાર્ટીમાં પહોચી હોવાથી તેની સેંથીમાં સિંદૂર જોવા મળી રહ્યું છે આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
Leave a Reply