
દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જે પોતે વિવાદમાં રહીને પણ ખૂબ જ પૈસા કમાઈ લેતા હોય છે સાથે જ તેમના કારણે અન્ય લોકોનો પણ ફાયદો થતો હોય છે.
આવી જ એક વ્યક્તિ છે ઉર્ફી જાવેદ એ તો તમે જાણતા જ હશો કે ઉર્ફી જાવેદ પોતાના કપડાંને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે ક્યારેક સિલ્વર ફોઈલ શરીર પર લપેટી તો ક્યારેક ફૂલ ને કપડાં બનાવી રસ્તા પર જોવા મળતી આ અભિનેત્રી અવારનવાર પોતાની સ્ટાઇલને કારણે ટ્રોલનો ભોગ બનતી હોય છે.
પરંતુ હમેશા ટ્રોલનો ભોગ બનતી આ અભિનેત્રી વિશે હાલમાં એક ફોટોગ્રાફર દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે ફોટોગ્રાફર વિરલ ભાયાણી દ્વારા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યા અનુસાર ઉર્ફી જાવેદનાં ફોટા આલિયા ભટ્ટના ફોટા કરતા પણ વધારે કમાણી કરાવી આપે છે.
જો કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન અંગે વાત કરતા આ ફોટોગ્રાફરે જણાવ્યું કે આટલા પૈસા હોવા છતાં રણબીર અને આલિયા એ લગ્નમાં ફોટોગ્રાફર માટે કે મીડિયા માટે કોઈ સુવિધા કરી ન હતી તેમને કહ્યું કે આજના કલાકારો મીડીયાને ઈજ્જત નથી આપતા ન તો તેમના માટે કોઈ સુવિધા આપે છે.
Leave a Reply