
સબ ટીવી પર પ્રસારિત થતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક માત્ર એવો શો છે જે સિરિયલના નામ કરતા તેના પાત્રોના નામ દ્વારા વધુ જાણીતો બન્યો છે આ શોના માત્ર એક નહિ પરંતુ બધા જ પાત્રોને ખૂબ જ લોક ચાહના મળી છે એ જેઠાલાલનું પાત્ર હોય દયાનું પાત્ર હોય કે ટપુ સેનાના મુખિયા ટપુ નું પાત્ર હોય.
શો મા આવતા દરેક પાત્રનો શોને લોકપ્રિય બનાવવામાં એટલો મોટો ફાળો છે કે જો એક પાત્ર પણ બદલવામાં આવે તો શોની લોકપ્રિયતા પર એની અસર પડી શકે એમ છે.
જો કે શો મા દયા નું પાત્ર ભજવનાર દિશા વાકાણી તો કેટલાય સમયથી આ છોડી ચૂકી હતી જે બાદ કોઈને કોઈ કારણસર શો ના બીજા કલાકાર પણ શો છોડી ચૂક્યા છે જેને લઇને શોની લોકપ્રિયતા પહેલેથી જ ઓછી થઈ ચૂકી છે.
થોડા મહિનાઓ પહેલાં ખબર સામે આવી હતી કે શો મા ટપુની ભૂમિકા નિભાવનાર રાજ અનદકટ પણ આ શોને છોડવાની તૈયારી કરી રહ્યો છે જે બાદ હવે આ શોના મુખ્ય સૂત્રધાર એવા શૈલેષ લોઢા ઉર્ફે તારક મહેતા પણ શો છોડવાની તૈયારી કરી રહ્યા હોવાની ખબર સામે આવી છે.
હાલમાં સામે આવેલી ખબર અનુસાર શૈલેષ લોઢા પાછલા કેટલાય સમયથી શો છોડવા અંગે વિચાર કરી રહ્યા હતા પરંતું શો સાથે જોડાયેલી લાગણીઓને કારણે તે જલ્દી નિર્ણય ન લઈ શક્યા તેઓ તેમના બીજા કામ સાથે જ આ શોમાં પણ કામ કરવા ઇચ્છતા હતા.
પરંતુ શોના નિર્માતાઓ દ્વારા સહકાર ન મળવાને કારણે તેમજ હવે કઈ નવું કરવાની ઈચ્છાથી શૈલેષ લોઢા શો છોડી રહ્યા છે ખબર પ્રમાણે તેઓ પાછલા એક મહિનાથી શૂટ પર આવ્યા જ નથી જણાવી દઈએ કે શૈલેષ લોઢા ની ગણતરી સૌથી મોંઘા કવિઓ અને લેખકોમાં કરવામાં આવે છે તે પોતાના કટાક્ષ માટે જાણીતા છે.
Leave a Reply