
તમે હોસ્પિટલમાં ગંદકી વિશે અને ઉંદરો હોવા વિશે તો અનેક ફરિયાદ સાંભળી હશે પણ શું ક્યારેય એવું સાંભળ્યું છે કે હોસ્પિટલના ઊંદરોએ કોઈ દર્દીની આંખ જ ખાઈ લીધી હોય.
હાલમાં જ રાજસ્થાનના કોટા શહેરમાં આ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં હોસ્પિટલના ઊંડરોએ ન્યુરો સ્ટ્રોક વિભાગમાં દાખલ એક લકવાગ્રસ્ત મહિલાની બંને આંખો ફાડી ખાધી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર ૨૮ વર્ષીય રૂપાવતી નામની મહિલા છેલ્લા ૪૬ દિવસથી એમબીએસ હોસ્પિટલના ન્યૂરો સ્ટ્રોક યુનિટમાં દાખલ છે તેનું આખું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું છે તે શરીરના કોઈ પણ ભાગને હલાવી શકતી નથી.
એવામાં સોમવારે મોડી રાત્રે ઉંદર દ્વારા તેની જમણી આંખની પાંપણો ખાવામાં આવી હતી મહિલાના પતિના જણાવ્યા અનુસાર તે પત્ની પાસે હાજર હતા અને પત્ની પોતાની ગરદન સહેજ હલાવતા તેની ઊંઘ ઊડી ગઈ હતી.
જે બાદ પત્નીની આંખોમાં લોહી ટપકતું જોઈ તેમને ઘટના અંગે જાણ થઈ હતી જો કે આ અંગે વાત કરતા એમબીએસ હોસ્પિટલના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ડો.સમીર ટંડનનું કહેવું છે કે તેઓ આ મામલાની તપાસ કરાવી રહ્યા છે કે ઉંદરે ન્યૂરો સ્ટ્રોક આઇસીયુમાં દર્દીને કરડ્યો છે કે નહીં તેમણે કહ્યું કે હોસ્પિટલ મેનેજમેન્ટની ભૂલ હતી કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
જો કે ડોકટર આ મામલે પરિવારની લાપરવાહી હોવાની વાત કહી છે સાથે જ તેમને જણાવ્યું કે આ અંગેનો રિપોર્ટ વોર્ડ ઈન્ચાર્જ અને ઈન્ચાર્જ પાસે પણ માંગવામાં આવ્યો છે જો તેમની બેદરકારી સામે આવશે તો તપાસ કરવામાં આવશે.
Leave a Reply