રિક્ષામાં જઈ રહેલા ત્રણ વ્યક્તિઓ સાથે થયો દર્દનાખ અકસ્માત, જોતજોતામાં બે શિક્ષકોના અવસાન…

રિક્ષાનો અકસ્માત થવાને કારણે રસ્તો બનો લોહીનું મેદાન
રિક્ષાનો અકસ્માત થવાને કારણે રસ્તો બનો લોહીનું મેદાન

હાલના સમયના અંદર સતત માર્ગ અકસ્માતના બનાવો વધતાં રહે છે ત્યારે હાલમાં વધુ એક ચોકાવનારી ઘટના સામે આવી છે જેમાં બે શિક્ષકો અવસાન થયા છે અનિયંત્રિત વાહનની ટક્કરથી મોતની ઘટનાઓ સામે આવી રહી છે.

મહુઆ નેશનલ હાઈવે પર સોમવારે સવારે એક દર્દનાક અકસ્માત નોંધાયો હતો હાઇવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે અથડામણમાં બે શિક્ષકો સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અકસ્માતની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી તરફ અકસ્માતમાં આકસ્મિક મોતને પગલે ત્રણેય મૃતકોના સ્વજનોમાં શોકનો માહોલ છે આ અકસ્માતમાં બે શિક્ષિકા બહેનો રિક્ષામાં શાળાએ જઈ રહી હતી.

પરંતુ શાળાએ પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. રિક્ષાચાલક અને તેમાં બેઠેલી બંને શિક્ષિકા બહેનોના મોત થયા છે ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*