
અકસ્માતની વધતી જતી ઘટનાઓ સામે હાલમાં એક નવી ઘટના સામે આવી છે જેમાં જમ્મુઇમાં બાઇક અને સ્કોરપીઓ વચ્ચે ટક્કર થતાં યુવકનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું.
જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો આ સાથે આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર બંને યુવકો હવામાં ઉછડી ગયા હતા.
જેમાં બાઇક સવાર વ્યક્તિ લગભગ 10 ફૂટ અને પાછણ બેઠેલો વ્યક્તિ લગભગ 30 ફૂટ ઉછડ્યો હતો મળતી માહિતી અનુસાર આ અકસ્માત સિકંદરા માર્ગના મહિસોડી પાસે થયો હતો જેમાં આ ઘટના સીસીટીવીમાં સંપૂર્ણ પણે કેદ થઈ છે.
સીસીટીવી જોતાં લાગી રહ્યું છે કે સામેથી આવેલું સાધન વ્યક્તિને સ્પષ્ટ ન દેખાવવાના કારણે આ ઘટના બની હતી અને વાહનો સામસામે અથડાયા હતા જેને લઈને કહેવમાં આવી રહ્યું છે કે યુવકની બહેનના આજે લગ્ન હતા અને આ દરમિયાન યુવકનું બાઇક ટક્કરના કારણે અવસાન થયું હતું.
Leave a Reply