
બેટ્સમેનોની નજીક ફિલ્ડિંગ કરવા માટે માહિર લબુશેનનો અવાજ ઘણીવાર સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ કરવામાં આવે છે નંબર વન બેટ્સમેન જે તેની વિચિત્ર હરકતો માટે સમાચારમાં રહે છે તે આ વખતે ફરીથી સમાચારમાં છે.
યજમાન ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ ચાલી રહી છે મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહ્યું છે આ દરમિયાન ઘણો ડ્રામા જોવા મળ્યો હતો.
ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા માર્નસ લાબુશેનને અચાનક સિગારેટ લાઈટરની જરૂર પડી. હકીકતમાં MCGમાં જ્યારે વિશ્વનો નંબર 1 ટેસ્ટ બેટ્સમેન ક્રિઝ પર પહોંચ્યો અને સિગારેટના ઈશારા કરવા લાગ્યો ત્યારે ચાહકો દંગ રહી ગયા.
કોઈને કંઈ સમજાયું નહીં થોડી વારમાં ઓસ્ટ્રેલિયન ડ્રેસિંગ રૂમમાંથી વધારાના ખેલાડીઓ સિગારેટ લાઈટર લઈને મેદાન પર પહોંચ્યા લબુશેન તેના હેલ્મેટથી નારાજ હતો. હેલ્મેટમાં ખામી હોવાના કારણે તેને બોલ જોવામાં થોડી મુશ્કેલી પડી રહી હતી.
ત્યારબાદ તેણે લાઇટર વડે નીચે નાયલોનનું કપડું સળગાવીને તે પ્રમાણે એડજસ્ટ કર્યું હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
Leave a Reply