
તમે દહેજ માટે લગ્નને તૂટતાં તો ઘણીવાર જોયા હશે પરંતુ શું ક્યારેય એવું જોયું છે કે એક રસગુલ્લા ની ચાસણીને કારણે કોઈના લગ્ન તૂટ્યા હોય હાલમાં ગાઝિયાબાદમાં લગ્ન પ્રસંગનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.હાલમાં જ ગાઝિયાબાદમાં યોજાયેલા એક લગ્નમાં રિવાજ અનુસાર વરરાજા અને બાકીના મહેમાન ને મીઠાઈ ખવડાવવામાં આવી રહી હતી.
આ દરમિયાન જ અજાણતા વરરાજાના દોસ્તના કપડાં પર રસગુલ્લાની ચાસણી ઢોળાઇ જતાં દોસ્ત ગુસ્સે થઈ દુલ્હન પક્ષના લોકો વિરુદ્ધ ખરાબ શબ્દનો ઉપયોગ કરે છે જે બાદ દુલ્હન પક્ષ અને વરરાજાના પરિવાર અને દોસ્ત વચ્ચે વિવાદ ઉભો થતા ઝઘડો શરૂ થાય છે. આ ઝઘડો એટલો આગળ વધે છે.
કે બંને પક્ષ વચ્ચે મારામારી પણ શરૂ થઈ જાય છે જેને કારણે ન માત્ર વરરાજાના દોસ્ત પરંતુ વરરાજા પણ લગ્ન મંડપ છોડીને જતા રહે છે.જો કે મહત્વની વાત તો એ છે કે આ લગ્નનો નાનો ઝઘડો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો જે બાદ પોલીસે વરરાજાને સમજાવી તેને લગ્ન ની વિધિ પૂરી કરવા કહ્યું હતું.
જણાવી દઈએ કે આ પહેલાં એક લગ્નમાં બીએડબલ્યુ કાર મંડપ સુધી ન પહોંચવાને કારણે વરરાજાએ લગ્ન અધૂરા મૂક્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો મિત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો અને આવા સમચરા જાણવા માટે તમે અમારા આ પેજને ફોલો કરો.
Leave a Reply