
હાલના સમયના અંદર પઠાણ ફિલ્મ લોકો માટે ચર્ચાનો વિષય બની છે ત્યાર હાલમાં આ ફિલ્મને લઈને રાઇટરનું એક નિવેદન સામે આવ્યું છે જે લોકોના દિલોમાં ખાસ વસી ગયું છે આ સમયે ફિલ્મના ડાયલોગ રાઈટર અબ્બાસ ટાયરવાલાનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે.
જે તેમણે સલમાન ખાનના કેમિયોને લઈને આપ્યું છે ઘણીવાર એવું જોવા મળે છે કે બે સુપરસ્ટાર સાથે શૂટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ છે અને અબ્બાસે કહ્યું છે કે દિગ્દર્શકે શાહરૂખ ખાન અને સલમાન વચ્ચે તેની સિક્વન્સ માટે સંતુલન જાળવવું પડ્યું હતું.
લેખકે જણાવ્યું કે તે એક દિવસ સેટ પર ગયો જ્યારે બંને સ્ટાર્સ સાથે શૂટિંગ કરી રહ્યા હતા અબ્બાસે એક નિવેદન આપતા કહ્યું કે શાહરૂખ ખાન અને સલમાન ખાને ત્યાં સેટ શેર કર્યો હતો અને મારે બંને પર સમાન ધ્યાન આપવું પડ્યું હતું આ શાહરુખની ફિલ્મ છે તેથી તમે તેને અવગણી શકો નહીં
સલમાનની સ્પેશિયલ એન્ટ્રી છે તેથી તમે તેને શાહરૂખથી નીચે ન મૂકી શકો દર્શકોને કંઈક મોટું આપવા માટે બંનેએ સ્ક્રીન પર સમાન ધ્યાન આપવું પડ્યું આ દરમિયાન લેખક ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરી રહ્યા હતા.
Leave a Reply