
બાળકોને રમકડાં આપતા સમયે આપણે હંમેશા એવું ઈચ્છતા હોઈએ છીએ તેને અધતન ટેકનોલોજી વાળું અને સૌથી અલગ રમકડું આપીએ પરંતુ આ બેટરી અને ઇલેક્ટ્રિક થી ચાલતા રમકડાં માત્ર બાળક જ નહિ પરિવારને કેટલા જોખમમાં મૂકી શકે છે એ અંગે સાબિતી આપતો એક કિસ્સો હાલમાં જ સામે આવ્યો છે.
હાલમાં જ નવસારી નજીક એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ગિફ્ટ મા આપવામાં આવેલા રમકડાં મા બ્લાસ્ટ થતા બાળકના માથામાં હેમરેજ થયું હોવાનું સામે આવ્યુ છે.
મળતી માહિતી અનુસાર વાંસદા તાલુકાના મીંઢાબારી ગામે માળા ફળિયામાં રહેતા લતેશ ભાયકુભાઈ ગાવિત અને ગંગપુર ગામે રહેતી સલમાબેનના ગત ૧૩ મેના રોજ લગ્ન થયા હતા આ લગ્ન પ્રસંગમાં લતેશ અને સલમાબેનના સગા સબંધીઓ અને મિત્ર વર્તુળો હાજર રહ્યા હતા લગ્નમાં હાજર રહેલા ઘણા લોકોએ લતેશ અને સલમાબેનને ભેટ આપી હતી.
એવામાં મંગળવારે સવારે લતેશ તેના ૩ વર્ષીય ભત્રીજા જિયાંશ સાથે લગ્નમાં મળેલી ભેટ જોઈ રહ્યો હતો લતેશે ભેટમાં મળેલું રમકડું ચાર્જમાં મુકવા જતાં જ બ્લાસ્ટ થઇ ગયો હતો ઘરના બારી બારણાના કાચો તૂટી ગયા હતા જેથી ગામજનો દોડી આવ્યા હતા.
જે બાદ ઘવાયેલા લતેશ અને ભત્રીજા જિયાંશ પંકજભાઈ ગાવિતને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં તેમને વધુ સારવારની જરૂરિયાત જણાતા નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
ઉલ્લેખનિય છે કે આ ઘટનામાં લતેશને આંખ માથા અને મોઢાના ભાગે તેમજ ડાબા હાથનો પંજો કાંડામાંથી છૂટો થઇ ગયો છે સાથે જ જિયાંશને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ છે હાલમાં બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જણાવી દઈએ કે હાલમાં આ મામલે કન્યાની મોટી બહેનના પૂર્વ પ્રેમીએ આ રમકડું મોકલી બ્લાસ્ટ કર્યો હોવાની શંકા સેવાઈ રહી છે.
Leave a Reply