
હાલમાં એક હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે હરિયાણાના ફરીદાબાદમાં બુધવારે એક વિચિત્ર ઘટના બની અહીં મેડિકલ સ્ટોર પર દવા લેવા પહોંચેલા વ્યક્તિનું જોત જોતામાં જ મોત થઈ ગયુ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં મોતની આ તસવીરો કેદ થઈ હતી.
સીસીટીવીમાં કેદ થયેલી મોતની આ તસવીરોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક યુવક થોડીવારમાં મોતના ખોળામાં સપડાઈ ગયો. આ ઘટના બુધવારે બની હતી. સંજય કોલોની વિસ્તારમાં યુવક ઓઆરએસનું પેકેટ લેવા મેડિકલ સ્ટોર પર પહોંચ્યો હતો.
દુકાનદારે યુવકને દવાનું પેકેટ આપ્યું અને પૈસા પરત કરવા લાગ્યો કે અચાનક યુવક બેહોશ થઈને જમીન પર પડવા લાગ્યો તમે આ તસવીરોમાં જોઈ શકો છો કે, સ્ટોર ઓપરેટરે પણ પડી રહેલા યુવકને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે તેને પકડી શક્યો ન હતો.
અને યુવક બેભાન થઈને જમીન પર પડ્યો હતો જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સ્ટોર ઓપરેટરે તરત જ ડાયલ 112 ને ઘટનાની જાણ કરી, ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચી.
પોલીસે યુવકના મૃતદેહને કબજે લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે ફરીદાબાદની સિવિલ હોસ્પિટલ બાદશાહ ખાનના શબઘરમાં રાખ્યો. મૃતકના પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યો છે.
Leave a Reply