
દોસ્તો બૉલીવુડ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી ચૂકેલી એક્ટ્રેસ સના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે તેમણે 2020 માં લગ્નના થોડાક દિવસો પહેલા ઇન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું હતું તે અત્યારે પોતાના લગ્ન જીવનને લઈને ઘણી ખુશ છે.
સના ખાને હાલમાં જ તેના પતિ અનસ સાથેની એક તસવીર શેર કરી છે ઉમરાહ કરવા ગયેલી સનાએ તેના પતિ સાથે ફોટાની નીચે લખેલા કેપ્શનમાં ખાસ સંકેત આપ્યો છે. હવે લોકો તેને કોમેન્ટ સેક્શનમાં અભિનંદન આપી રહ્યા છે.
આ પોસ્ટ શેર કરતી વખતે સના અને અનસે કહ્યું કે આ ઉમરાહ અમુક કારણોસર ખૂબ જ ખાસ છે અને અમે તે કારણ ટૂંક સમયમાં તમારી સાથે શેર કરીશું ઇન્શાઅલ્લાહ. ઉપરોક્ત એક મારા માટે સરળ બનાવ્યું.
આ ફોટોમાં સના અને અનસ સાથે બેઠા છે અને બીજા ફોટોમાં ફ્લાઈટ પણ દેખાઈ રહી છે. બંને ઘણીવાર સાથે ટ્રાવેલ કરતા જોવા મળે છે, આ તસવીરોમાં યુઝર્સે જોરદાર કમેન્ટ કરી છે. એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું કે અલ્લાહ તમને સ્વસ્થ બાળક આપે.
અન્ય એક યુઝરે પણ અભિનંદન પાઠવ્યા અને લખ્યું કે મને લાગે છે કે તમે બંને જલ્દી માતા-પિતા બનવાના છો ત્રીજા વ્યક્તિએ લખ્યું કે શું તમે માતા બનવા જઈ રહ્યા છો શું આ ઉમરાહ તમારા માટે આટલું ખાસ કેમ છે બીજી તરફ અન્ય યુઝર્સ પણ અનુમાન લગાવી રહ્યા છે કે સના માતા બનવાની છે અને તે ગર્ભવતી છે.
Leave a Reply