
અભિનયની દુનિયાના સ્ટાર્સ તેમના કામને લઈને ચર્ચામાં રહે છે પરંતુ તેમની અંગત જિંદગી પણ ઓછી હેડલાઇન્સ નથી બનાવતી. ક્યારેક કોઈ પોતાના પ્રેમ સંબંધને લઈને ચર્ચામાં હોય છે તો કોઈના લગ્ન ખૂબ જ લાઈમલાઈટમાં આવે છે જો કે કહેવાય છે કે લગ્ન જીવનમાં એક જ વાર થાય છે, પરંતુ જીવનમાં ક્યારેક સંજોગો એવા બની જાય છે કે કેટલાક લોકોને બે લગ્ન પણ કરવા પડે છે.
અમે આજે એવી અભિનેત્રીઓ વિશે વાત કરીશું જેણે એક જ વ્યક્તિ સાથે બે વાર લગ્ન કર્યા છે દેબીના અને ગુરમીત ચૌધરી લવ સ્ટોરી પણ કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી અહેવાલો સૂચવે છે કે ગુરમીત ચૌધરી અને દેબીનાએ 2006 માં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા અને 2011 માં દેબીના બેનર્જીએ પરિવારની સામે ગુરમીત સાથે રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા.
પ્રિયા આહુજા, માલવ રાજદા ટીવીના લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની રિપોર્ટર રીટા શર્મા એટલે કે અભિનેત્રી પ્રિયા આહુજાનું નામ પણ આ યાદીમાં સામેલ છે. તેણીએ એક જ પુરુષ સાથે બે વાર લગ્ન પણ કર્યા છે પ્રિયા આહુજાએ 2011માં ડાયરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યા અને પછી લગ્નના દસ વર્ષ પૂરા થતાં તેણે ફરીથી માલવ સાથે લગ્ન કર્યા.
કુણાલ વર્મા પૂજા બેનર્જી ટીવીના લોકપ્રિય કપલમાંથી એક છે બંનેએ એકબીજા સાથે બે વાર લગ્ન કરવા પાછળનું કારણ કોરોના હતું હકીકતમાં વર્ષ 2020 માં કોવિડને કારણે પૂજા અને કુણાલ વર્માએ પહેલા રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા અને તે પછી તેઓ ગોવા ગયા અને ફરીથી લગ્ન કર્યા.
રાજીવ સેન ચારુ અસોપા ટીવી અભિનેત્રી ચારુ અસોપા અને સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન પણ ટીવી પર સૌથી વધુ ચર્ચિત કપલ્સમાંથી એક છે અહેવાલો અનુસાર, બંનેએ 7 જૂન, 2019 ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા અને ત્યારબાદ 16 જૂને ગોવામાં બંગાળી અને રાજસ્થાની રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. હાલમાં આ કપલના સંબંધો હાલ તૂટવાની અણી પર છે.
Leave a Reply