
હાલના સમયના અંદર રૂપિયાની લાલચમાં આવીને લોકો કાર ભાડે આપે છે હાલમાં આ અંગે વધુ એક ચોકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં વડોદરા શહેરમાં બારોબાર કાર લઈને વેચતો ટોળી જડપાઈ છે.
કહેવામા આવે છે કે હાલમાં બે વ્યક્તિઓ ગાડીઓ ભાડે લેતા હતા અને મહારાષ્ટ્રમાં ગીરવે મુક્તા હતા પરંતુ હવે આ લોકો પોલીસના હાથમાં આવી ગયા છે વડોદરામાંથી ગાડીઓ ભાડે લઈને તેને બારોબાર ગીરવે મુક્તા બે ભેજાબાજો સાથે ફરિયાદ નોધાવવામાં આવી હતી.
ક્રાઇમ બ્રાન્ચ ધ્વારા મહારાષ્ટ્રમાં ગીરવે મૂકેલી 13 જેટલી ફોર્વ્હિલરોને કબ્જે લેવામાં આવી છે જ્યારે બંને વ્યક્તિઓ ધ્વારા વિવિધ લોકો પાસેથી 100 ઉપરાત કાર મેળવીને ગીરવે મૂકી હતી કહેવામા આવે છે કે લોકો કાર ભાડે લીધા બાદ તેનું ભાડું ચુકવ્યા વગર જ ત્યાથી રફુચક્કર થઈ જતાં હતા.
આ સાથે કાર પણ પાર્ટ કરતાં ન હતા આને લઈને હાલમાં વડોદરાના મહેશ હર્સોના અને સુરતના દિપક રહીયાણી સામે ગુનો નોધવામાં આવ્યો છે આ વહાણો મહારાષ્ટના અનેક વિસ્તારોમાં આપ્યા હોવાનું સામે આવ્યું છે.
Leave a Reply