
હાલના સમયના અંદર ચોરીને લઈને એક મોટી ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના દેવરિયામાં એક ચોર ખૂબ જ ચાલાકીથી ઘરની બહાર પાર્ક કરેલી ફોર્ચ્યુનરની ચોરી કરી ગયો. ચોરીની આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસનો દાવો છે કે તેઓ ટૂંક સમયમાં વાહન શોધી લેશે. પોલીસે ચોરને ઓળખવા માટે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે.
ફોર્ચ્યુનર ચોરીની આ ઘટના સદર કોતવાલી પોલીસ સ્ટેશનથી માત્ર 50 થી 60 મીટર દૂર શાતિલ માર્કેટની પાછળ આવેલા એક ઘરની બહાર બની હતી. મળતી માહિતી મુજબ, બિઝનેસમેન દીપક ગુપ્તાએ ઘરની બહાર ફોર્ચ્યુનર પાર્ક કરી હતી.
સવારે જ્યારે તે જાગ્યો તો તેણે જોયું કે તેની કાર ત્યાં ન હતી આ જોઈને તેના હોશ ઉડી ગયા. જ્યારે તેણે સીસીટીવી ચેક કર્યું તો તેણે જોયું કે સવારે એક ચોર આવ્યો અને તેની કાર લઈને ભાગી ગયો. તેણે તરત જ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
પીડિત બિઝનેસમેન દીપક ગુપ્તાએ જણાવ્યું કે થોડા મહિના પહેલા તેણે અલ્હાબાદથી સેકન્ડ હેન્ડ સફેદ રંગની ફોર્ચ્યુનર ખરીદી હતી. જેનો નંબર UP 70 EN 1213 છે. પાર્કિંગના અભાવે તેણે પોતાની કાર ઘરની બહાર પાર્ક કરી હતી પરંતુ 3 જાન્યુઆરીના રોજ સવારે 3 વાગ્યાની આસપાસ ચોર તેમની કાર ચોરી ગયો હતો.
Leave a Reply