
હાલમાં આપણે બૉલીવુડના એવા કલાકારો વિષે વાત કરવાના છીએ કે જેઓ ગણા સમય બાદ ફિલ્મમાં વાપસી કરવા જઈ રહ્યા છે નવું વર્ષ એટલે કે 2023 શરૂ થઈ ગયું છે બોલિવૂડ માટે આ વર્ષ ઘણું ખાસ રહેવાનું છે બ્રેક બાદ સિલ્વર સ્ક્રીન પર ઘણા મોટા સ્ટાર્સ જોવા મળવાના છે.
આ લિસ્ટમાં શાહરૂખ ખાન જેવા સુપર સ્ટાર્સના નામ પણ છે. કિંગ આ વર્ષે સ્ક્રીન પર જોવા મળશે શાહરૂખ ખાન છેલ્લે ઝીરો ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ પછી તે પોતાની ફિલ્મ પઠાણથી મોટા પડદા પર પરત ફરી રહ્યો છે આ વર્ષે શાહરૂખ ખાન એક પછી એક ઘણી ફિલ્મોમાં જોવા મળશે.
પઠાણ ફિલ્મ બાદ તેની પાસે ફિલ્મ ‘જવાન’ પણ છે. શાહરૂખ ખાન ચાર વર્ષ પછી દર્શકોની વચ્ચે વાપસી કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે શાહરૂખની ‘પઠાણ’ 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ફિલ્મોમાં વાપસી કરવા જઈ રહી છે.
અભિનેત્રી છેલ્લે ઝીરો ફિલ્મમાં જોવા મળી હતી. હવે 4 વર્ષ બાદ તે કમબેક કરવા જઈ રહી છે. અનુષ્કા શર્મા ‘ચકડા એક્સપ્રેસ’થી મોટા પડદા પર વાપસી કરી રહી છે પ્રોસિત રોય દ્વારા નિર્દેશિત ચકડા એક્સપ્રેસ વિશ્વ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી મહિલા બોલરોમાંની એક ઝુલન ગોસ્વામીની ગૌરવપૂર્ણ યાત્રાનું વર્ણન કરશે.
આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા ઝુલન ગોસ્વામીના રોલમાં જોવા મળશે. બોલિવૂડના જાણીતા એક્ટર ફિરોઝ ખાનનો પુત્ર ફરદીન ખાન પણ આ વર્ષે ફરી એકવાર સ્ક્રીન પર વાપસી કરવા જઈ રહ્યો છે.
ફરદીન 11 વર્ષ પછી ફિલ્મોમાં જોવા મળશે. અભિનેતા ફિલ્મ રોક પેપર સીઝર’ની હિન્દી રિમેકમાં જોવા મળશે. ફરદીન ખાનની આ ફિલ્મનું નિર્દેશન કુકી ગુલાટીએ કર્યું છે. તેમાં રિતેશ દેશમુખ પણ છે શ્રદ્ધા કપૂર વર્ષ 2020માં રિલીઝ થયેલી ફિલ્મ બાગી 3માં પણ જોવા મળી હતી.
તે જ સમયે શ્રદ્ધા ત્રણ વર્ષ પછી અભિનેતા રણબીર કપૂર સાથે ફિલ્મ ‘તુ જૂતી મેં મક્કર’માં જોવા મળવાની છે. બંનેની જોડી પહેલીવાર સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મ હોળીના અવસર પર રિલીઝ થવાની છે બોલિવૂડના હેમન એટલે કે ધર્મેન્દ્ર ફરી એકવાર ધીમે ધીમે ફિલ્મોમાં પરત ફરી રહ્યા છે.
વર્ષો પછી ધર્મેન્દ્ર ફરી એકવાર ‘રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ ઉપરાંત રણવીર સિંહ, શબાના આઝમી અને જયા બચ્ચન પણ જોવા મળશે સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર એક પ્રેમ કથાની સિક્વલ આવી રહી છે.
22 વર્ષ બાદ ડિરેક્ટર અનિલ શર્મા ફિલ્મ ‘ગદર 2’નો બીજો ભાગ લઈને આવી રહ્યા છે, જે આ વર્ષે 15 ઓગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મમાં સની અને અમીષા વર્ષો પછી પડદા પર પાછા ફરવાના છે. ફેન્સ તેમને ફરીથી સાથે જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
Leave a Reply