
હાલમાં આપણે બૉલીવુડના કેટલાક એવા કલાકારો વિષે વાત કરવાના છીએ કે જેમને તલાક બાદ મોટી રકમની ભરપાઈ કરવી પડી હતી
પહેલા નંબર પર હૃતિક રોશન અને સુઝેન રોશને 2014માં તેની પત્ની સુઝૈન ખાનને છૂટાછેડા આપી દીધા હતા.
બંનેના આ લગ્ન 14 વર્ષ સુધી ચાલ્યા હતા પરંતુ પછી તેમના રસ્તા અલગ થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિતિકે સુઝેનને છૂટાછેડાના બદલામાં 380 કરોડ રૂપિયાનું એલિમોની આપ્યું હતું જોકે રિતિકે આ વાતને નકારી કાઢી હતી અને આ અહેવાલોને ખોટા ગણાવ્યા હતા.
મલાઈકા અરોરા અને અરબાઝ ખાનના લગ્ન પણ ઘણા વર્ષોના સંબંધો પછી પરસ્પર સહમતિથી તૂટી ગયા હતા મીડિયા રિપોર્ટ્સ અનુસાર અરબાઝે મલાઈકાને 10-15 કરોડનું એલિમોની આપ્યું હતું, જોકે મલાઈકાએ આ વાતનો ઈન્કાર કર્યો હતો.
તેણે કહ્યું હતું કે તેણે ક્યારેય અરબાઝ પાસેથી ભથ્થાની માંગણી કરી નથી. તમને જણાવી દઈએ કે છૂટાછેડા પછી મલાઈકા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે કરિશ્મા કપૂર અને સંજય કપૂરઃ કરિશ્મા કપૂરે બિઝનેસમેન સંજય કપૂર સાથે ધામધૂમથી લગ્ન કર્યાં હતાં.
પરંતુ 13 વર્ષ પછી તેનું બ્રેકઅપ થઈ ગયું હતું. રિપોર્ટ્સ અનુસાર, સંજયે છૂટાછેડાના બદલામાં કરિશ્માને મુંબઈમાં તેનું પૈતૃક ઘર આપ્યું હતું આ સાથે તેણે 14 કરોડ પણ આપ્યા. છૂટાછેડા પછી, કરિશ્મા બે બાળકોની કસ્ટડીમાં રહી અને હવે તે સિંગલ મધર છે
સંજય દત્તે રિયા પિલ્લઈ સાથે બીજા લગ્ન કર્યા હતા પરંતુ આ ટક્યું નહીં અને બંનેના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડાના બદલામાં સંજયે રિયાને મુંબઈમાં 8 કરોડ રૂપિયાનો બંગલો આપ્યો હતો. આ પછી સંજયે માન્યતા દત્ત સાથે ત્રીજા લગ્ન કર્યા અને હવે તે બે બાળકોનો પિતા છે.
સૈફના પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતા જે તેના સમયની જાણીતી અભિનેત્રી હતી. બંનેના લગ્ન 13 વર્ષે તૂટી ગયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૈફે અમૃતાને 5 કરોડનું એલિમોની આપ્યું હતું.
છૂટાછેડાના થોડા વર્ષો પછી સૈફે કરીના કપૂર સાથે બીજી વાર લગ્ન કર્યા. હવે તે બે પુત્રોનો પિતા છે જ્યારે સૈફ અમૃતા સાથેના તેના પ્રથમ લગ્નથી બે બાળકોનો પિતા હતો, જેની દેખરેખ અમૃતા કરે છે.
Leave a Reply