
હાલમાં સતત માર્ગ અકસ્માતના બનાવો બનતા રહે છે ગણા બધા માર્ગ અકસ્માતના બનાવોમાં ગણા બધા લોકોના અવસાન થઈ જાય છે હાલમાં આવો જ એક દુખદ બનાવ સામે આવ્યો છે.
આ ઘટના અંગે વધુ જાણતા જાણવા મળ્યું હતું કે અંકલેશ્વરની એક કંપનીમાં કામ કરતાં નવયુવાનો કારમાં ફરવા માટે સેલવાસ ગયા હતા જેમાં કહેવામા આવે છે કે આશરે 9 મિત્રો ફરીને ઘરે આવી રહ્યા હતા આ દરમિયાન સવારે હાઇવે પર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ગોજારો અકસ્માત સર્જાયો હતો.
આ સાથે ડિવાઇડર કૂદીને ફોર્ચ્યુનર કાર બીજા ટ્રેક પર નવસારી તરફ જતી બસ સાથે અથડાઇ હતી આ ઘટના સ્થળ પર જ અકસ્માત સર્જાયો હતો જેમાં 9 યુવાનોના ઘટના સ્થળે જ અવસાન થઈ ગયા હતા.
આ અક્સમાતમાં ગોંડલના ધર્મેશ પ્રકાશ ભાઈ અને જયદીપ ભાઇનું ઘટના સ્થળે જ અવસાન થઈ ગયું હતું ધર્મેશ અને જયદીલ બંને પાક્કા મિત્રો હતા આના કારણે એક જ ગામમાથી બે અંતિમ યાત્રાઓ નિકળી હતી.