
દોસ્તો તુર્કી-સીરિયામાં ભૂકંપ બાદ ભારે તબાહી સર્જાઈ છે લગાતાર મરનાર લોકોની સંખ્યા વધી રહી છે આંકડાઓ મુજબ હાલમાં 8000 કરતાં વધુ લોકો અવસાન પામ્યા હે ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા પોતાના પ્રિયજનોને શોધી રહ્યા છે.
આ લોકો કાટમાળમાં કોઈ જીવતું હોય તેવી આશા સાથે પોતાના પ્રિયજનોને શોધી રહ્યા છે ભૂકંપ બાદ ઘણી કરુણ વાર્તાઓ વીડિયો અને તસવીરો સામે આવી છે જે પરેશાન કરનાર અને ભાવનાત્મક છે આવી જ એક તસવીરે લોકોને ભાવુક કરી દીધા છે.
તસવીરમાં તમે જોઈ શકો છો કે પિતાએ પોતાની દીકરીનો હાથ પકડી રાખ્યો છે દરમિયાન કાટમાળ હટાવતી વખતે એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો જેણે બાળકને તેની છાતી નીચે છુપાવી દીધું હતું.
મૃતકના માથા પર પથ્થરની મોટી પટ્ટીઓ હતી અને તેનું આખું શરીર કાટમાળથી ઢંકાયેલું હતું જ્યાં શ્વાસ લેવાની પણ જગ્યા ન હતી રાહત અને બચાવ ટીમોએ કાટમાળ હટાવ્યા બાદ વ્યક્તિના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
રેસ્ક્યુ ટીમ એ જોઈને ચોંકી ગઈ કે તેણે પોતાનો જીવ બચાવવા માટે પોતાના બાળકને છાતીથી છુપાવી દીધું પિતાના મૃતદેહને બહાર કાઢ્યા બાદ રેસ્ક્યુ ટીમે બાળકને જીવતું શોધી કાઢ્યું ત્યારપછી કોઈની ખુશીનો કોઈ ઠેકાણે ન રહ્યો.
Leave a Reply