
હાલમાં એક દિલ ધ્રૂજાની નાખનાર બનાવ સામે આવ્યો છે ગ્રેટર નોઇડામાં એક દંપતિએ તેમની નવજાત બાળકીને ઠંડીમાં અડ્યા વિના છોડી દીધી. આ વાતની જાણ થતાં જ SHOની પત્ની ઘટનાસ્થળે પહોંચી અને નવજાતને ગળે લગાડ્યો દરેક લોકો પોલીસ સ્ટેશનની પત્નીના જોરદાર વખાણ કરી રહ્યા છે.
મામલો નોલેજ પાર્ક વિસ્તારનો કહેવાય છ મળતી માહિતી મુજબ 20 ડિસેમ્બરે નોલેજ પાર્ક વિસ્તારમાં ઝાડીઓમાં નવજાત કપડામાં લપેટાયેલું મળી આવ્યું હતું અને ઠંડીને કારણે તેની હાલત નાજુક હતી.
આ અંગેની માહિતી મળતાં જ એક સ્ટેશન હાઉસ ઓફિસરની પત્ની ઘટનાસ્થળે પહોંચી અને બાળકીનો જીવ બચાવ્યો જેને તેના માતા-પિતાએ ઠંડીમાં છોડી દીધી હતી ભૂખ અને ઠંડીના કારણે બાળક બેભાન થઈને રડી રહ્યું હતું.
પોલીસને ખબર હતી કે બાળકને માતાના દૂધ સિવાય બીજું કશું ખવડાવી શકાય નહી SHOની પત્ની જ્યોતિ સિંહે ભૂખથી રડતા શિશુને સ્તનપાન કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
Leave a Reply