
હાલમાં વડોદરા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક કાર વૃક્ષ સાથે અથડાઇ હતી અને જોતજોતાની અંદર કાર સ્થળ પર જ સળગવા લાગી હતી.
જેમાં મળતી માહિતી અનુસાર કાર ચાલક ડ્રાઈવર સીટ પર જ સળગીને ખાક થઈ જતાં સમગ્ર ઘટનાને લઈને ચકચાર મચી ગયો હતો આ ઘટના આજે વહેલી સવારે બની હોવાનું સામે આવ્યું છે.
પોલીસ રૂબરૂ ઘટના સ્થળે પોહોચી હતી અને આગળ કાર્યવાહી હાથ ધરી હતી કાર વૃક્ષ સાથે અથડાતાં આ સમગ્ર ઘટના બની હોવાનું સામે આવ્યું છે કાર ચાલક વ્યક્તિ કોન્ટ્રાકટર હોવાનું સામે આવ્યું છે જે છોટા ઉદયપુર તરફ જતાં હતા.
ત્યારે અકસ્માત થયો હતો કારણે સળગતી અવસ્થામાં જોતાં કેટલાક લોકો ઘટના સ્થળે પોહોચી ગયા હતા હાલમાં લોકોએ આનો વિડીયો પણ બનાવ્યો હતો જે સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે.
Leave a Reply