તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ છોડ્યા બાદ શૈલેષ લોઢા એ કહી આ વાત…

This is what Shailesh Lodha said after leaving the serial

એ તો તમે જાણતા જ હશો કે સબ ટીવી પર પ્રસારિત થતી લોકપ્રિય સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ટીમ હવે ધીમે ધીમે તૂટી રહી છે વર્ષ ૨૦૦૮ થી શરૂ થયેલી આ સિરિયલ ના એક બાદ એક પાત્ર હવે સિરિયલ છોડી રહ્યા છે.

થોડા મહિનાઓ પહેલાં સિરિયલમાં ટપુ નું પાત્ર ભજવતો રાજ અંદકટ સિરિયલ છોડી રહ્યો હોવાનું સામે આવ્યું હતું જે બાદ ગઇકાલ થી સિરિયલમાં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢા પણ સિરિયલ ને અલવિદા કહ્યું હોવાનું સામે આવી રહ્યું છે.

જો કે શૈલેષ લોઢા ના સિરિયલ છોડ્યા અંગે હાલમાં નિર્માતાઓ તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી પરંતુ ગઇકાલ રાત્રે શૈલેષ લોઢા એ સોશીયલ મીડીયા પર એક શેર પોસ્ટ કર્યો હતો હા મજબૂત સે મજબૂત લોહા તૂટ જતા હે, જૂઠે ઇક્કઠે હો તો સચ્ચા તૂટ જાતા હે.

હબીબ શોઝ ના આ શેર નું કોઈ સ્પષ્ટ કારણ તો શૈલેષ લોઢા જ જાણે પરંતુ તે એક કવિ હોવાના કારણે એવું માની શકાય કે આ શેર દ્વારા તેમને નિર્માતાઓ સાથે થતા ઝઘડા અને અણબનાવ તરફ ઈશારો કર્યો હોય જણાવી દઈએ કે શૈલેષ લોઢા પાછલા એક મહિનાથી શુટિંગ નથી કરી રહ્યા.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*