10 વર્ષમાં ઉતરાયણની મજા નહીં કરી હોય તેટલી મજા આ વખતે આવશે, આવું રહેશે વાતાવરણ…

આ વખતની ઉતરાયણ તોડશે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ
આ વખતની ઉતરાયણ તોડશે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ

હાલમાં ઉતરાયણ પ્રેમીનોને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જો વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં ગુજરાતીઓ ઉતરાયણના દિવસે નહીં કરી હોય તેનાથી પણ વધારે મજા આ વખતે ઉતરાયણમાં આવશે.

ઉતરાયણ અને વાસી ઉતરાયણ એટલે કે 14 અને 15 જાન્યુયારીએ પવન 10 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની જડપે ફૂંકાશે માત્ર એટલું જ નહીં પરંતુ બંને દિવસ મહતમ તાપમાન 28 થી 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.

છેલ્લા ચાર વર્ષથી ઉતરાયણના દિવસ બપોર થતાં જ પવન સાવ ફૂંકાઈ જતો હતો જેને લઈને લોકોમાં રહેલો ઉત્સાહ ઓછો થઈ જતો હતો ત્યારે આ વખતે ઉતરાયણના દિવસે પવન રહેશે.

દિવસ દરમિયાન પણ તાપમાનનો પારો 20 થી 25 ડિગ્રી કરતાં પણ ઉપર જય રહ્યો નથી ત્યારે આ દરમિયાન ઠારની સાથે ઠંડીમાં પણ વધારો થયો છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*