
દોસ્તો પાકિસ્તાન ક્રિકેટમાંથી એક મોટી ખબર સામે આવી રહી છે કે પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન કામરાન અકમલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
પાકિસ્તાન ટીમના સિલેક્ટર બન્યા બાદ તેણે ક્રિકેટને અલવિદા કહી દીધું. પાકિસ્તાનની વિશ્વ વિજેતા ટીમના ખેલાડી કામરાન અકમલે કહ્યું હું તાત્કાલિક અસરથી સંન્યાસ લઈ રહ્યો છું સિલેક્ટર બન્યા પછી કે કોચિંગમાં આવ્યા પછી રમતનું ધ્યાન રાખી શકાતું નથી.
તેમણે મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું હું પસંદગીકાર અને કોચ તરીકેની મારી નવી જવાબદારીઓને કારણે હવે ક્રિકેટ રમી શકીશ નહીં અકમલે 2009માં T20 વર્લ્ડ કપ જીતનાર પાકિસ્તાની ટીમનો પણ એક ભાગ હતો.
અકમલે નવેમ્બર 2002માં પાકિસ્તાન માટે ડેબ્યૂ કર્યું હતું તે ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ મેચ હતી તેમણે તેની છેલ્લી ટેસ્ટ 26 ઓગસ્ટ 2010ના રોજ રમી હતી તમને જણાવી દઈએ કે કામરાન અકલમે 2002 થી લઈને 2017 સુધી પાકિસ્તાન કક્રિકેટ ટીમમાં રમ્યા છે.
Leave a Reply