
હાલમાં અબુધાબીમાં મોટું મંદિર બનવા જઈ રહ્યું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદે અબુ ધાબીમાં બની રહેલા હિન્દુ મંદિર માટે એક નહીં પરંતુ બે યોજનાઓ બનાવી છે.
ઝાયેદની દિલથી ઈચ્છા છે કે આ મંદિર સામાન્ય નહીં પણ વિશાળ હિંદુ મંદિર બને તે ઈચ્છે છે કે જે પણ ભક્તો અહીં પૂજા માટે આવે છે તેઓ તેમના હૃદયમાં મંદિર સાથે જાય મંદિરનું નિર્માણ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ અંગે સંસ્થાના પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામીએ માહિતી આપી છે બ્રહ્મવિહારી દાસ છેલ્લા દિવસોમાં ભારતમાં હતા અને તેમણે આ અંગે માહિતી આપી હતી બ્રહ્મવિહારી દાસ અબુધાબીમાં નિર્માણ થનારા મંદિરના વડા છે.
તેમણે જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજ એપ્રિલ 1997માં UAE ગયા હતા સાથે જ તેમણે ઈચ્છા વ્યક્ત કરી કે રાજધાનીમાં એક વિશાળ મંદિર હોવું જોઈએ. તેમણે કહ્યું આજે પણ એ વિચારીને આશ્ચર્ય થાય છે કે અબુ ધાબીમાં હિન્દુ મંદિર બની રહ્યું છે.
ઓગસ્ટ 2015માં UAE સરકારે અબુ ધાબીમાં મંદિર માટે જમીન આપી હતી શેખ મોહમ્મદ તે સમયે ક્રાઉન પ્રિન્સ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈની મુલાકાતે ગયા ત્યારે તેમણે મંદિર માટે જમીન ભેટમાં આપી હતી તે પીએમ મોદીની પ્રથમ યુએઈ મુલાકાત હતી.
Leave a Reply