
હાલના સમયના અંદર પ્રેમ પ્રકરણ મામલે વધુ એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્નીએ પતિને મારવાની સાજિશ રચી હતી કહેવામા આવે છે કે દિલ્હી પોલીસે ગુરુવારે એક મહિલા અને તેના પ્રેમીની તેના 45 વર્ષીય પતિની હત્યાનું કાવતરું ઘડવા અને પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા બદલ ધરપકડ કરી હતી.
મહિલાને તેના કરતા 18 વર્ષ નાના યુવક સાથે ગેરકાયદેસર સંબંધ હતો અને તેનો પતિ તેને અવરોધતો હતો પોલીસે જણાવ્યું હતું કે 41 વર્ષની બબીતાના રોહન નામના વ્યક્તિ સાથે કથિત રીતે ગેરકાયદેસર સંબંધો હતા.
આરોપી યુવક રોહને બુધવારે દક્ષિણ દિલ્હીના એન્ડ્રુઝ ગંજ વિસ્તારમાં બબીતાના પતિ ભીમરાજને ગોળી મારી હતી પીડિત ભીમરાજ BSES નો કોન્ટ્રાક્ટ ડ્રાઈવર હતો આ ઘટના બુધવારે સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી. પોલીસને ફોન આવ્યો.
કે એક મોટરસાઇકલ પર સવાર યુવકે ડિફેન્સ કોલોનીના એન્ડ્રુઝ ગંજમાં વીજળીના ગ્રીડ પાસે કારની અંદર બેઠેલા વ્યક્તિ પર ગોળી મારી છે પીડિતાને તેની ગરદનમાં ગોળી વાગી હતી અને તેને સારવાર માટે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો.
Leave a Reply