
હાલમાં ઝોમેટોને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં દિલ્હીના અંકુરે એક વર્ષમાં 3330 વખત ઝોમેટો પાસેથી ફૂડનો ઓર્ડર આપ્યો ભારતમાં કોઈપણ વ્યક્તિ દ્વારા ઓર્ડર કરવામાં આવેલો આ સૌથી વધુ જથ્થો છે.
અંકુરે ઝોમેટો એપ દ્વારા દિવસમાં નવ વખત ફૂડ ઓર્ડર કર્યો હતો અંકુરને ઝોમેટો દ્વારા શ્રેષ્ઠ ખાણીપીણીનો તાજ આપવામાં આવ્યો હતો. ઝોમેટોએ તેની એપ પર 2022 માટે તેનો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે.
એટલું જ નહીં આ એપમાં બિરયાની એ વર્ષની સૌથી વધુ ઓર્ડર કરાયેલી વાનગીઓની યાદીમાં ટોચ પર છે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાની વાત કરીએ તો બિરયાની બાદ મોમોઝની પણ ખૂબ ડિમાન્ડ હતી.
કંપનીએ એક વર્ષમાં એક કરોડથી વધુ મોમોની ડિલિવરી કરી છે આ સિવાય 31 લાખથી વધુ વડાપાઉં અને 72 લાખથી વધુ સમોસાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.
Leave a Reply