
દિલ્હીના નરૈના ઔદ્યોગિક વિસ્તારમાં ગુટખા ફેક્ટરીમાં લિફ્ટ તૂટી પડતાં ત્રણ મજૂરોનાં અવસાન થયાં હતાં જ્યારે એક મજૂર ઘાયલ થયો હતો. ઘાયલ મજૂર કરોલ બાગની બીએલકે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
પોલીસે બેદરકારીના કારણે અવસાનનો કેસ નોંધી તપાસ હાથ ધરી છે આ ઘટના બાદ AAP નેતા દુર્ગેશ પાઠકે નિવેદન આપ્યું છે કે ઘટના માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ફેક્ટરીમાં બે લિફ્ટ છે એક લિફ્ટમાંથી સામાન લઈ જવામાં આવે છે.
જ્યારે બીજી લિફ્ટનો ઉપયોગ કર્મચારીઓ માટે કરવામાં આવે છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી લિફ્ટમાંથી સામાન લઈ જવામાં આવી રહ્યો હતો જેના કારણે આ દુર્ઘટના બની હતી.
ત્રણેય ઈન્દ્રપુરીના રહેવાસી હતા જિલ્લાના નાયબ પોલીસ કમિશનર ઘનશ્યામ બંસલે જણાવ્યું કે આ ઘટના રવિવારે સાંજે લગભગ પોણા છ વાગ્યાની આસપાસ બની હતી. તેમના જણાવ્યા અનુસાર, નરૈના ઈન્ડસ્ટ્રીયલ એરિયાના એ બ્લોકમાં આવેલી ફેક્ટરીની લિફ્ટ તૂટેલી હોવાની જાણ થઈ હતી.
માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.લિફ્ટમાં ફસાયેલા ચાર લોકોને બહાર કાઢીને દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ત્રણેયને ડોકટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
Leave a Reply