ગુજરાતની ચર્ચિત ટીકટોક સ્ટાર કિર્તિ પટેલની થઈ ધરપકડ, રસ્તા પર પોલીસ સાથે થઈ માથાકૂટ….

ટીકટોક સ્ટાર કિર્તિ પટેલની થઈ ધરપકડ
ટીકટોક સ્ટાર કિર્તિ પટેલની થઈ ધરપકડ

હાલના સમયના અંદર ગુજરાતની ચર્ચિત સ્ટાર કિર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે ટિક ટોક સ્ટાર કીર્તિ પટેલ જે આ પહેલા પણ ઘણી વખત વિવાદોમાં આવી ચુકી છે, તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને મારવાની ધમકી આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

કીર્તિ પટેલે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ કરી જૂનાગઢના રહેવાસી જમન ભાયાણીને માર મારવાની ધમકી આપી હતી. આ પછી કીર્તિ પટેલ યુવકને માર મારવા તેના સાગરિતો સાથે જૂનાગઢના ભેંસાણ પહોંચી ગયો હતો.

આ પછી પોલીસે કીર્તિ પટેલ અને તેના સાગરિતોની ધરપકડ કરી હતી અને બે કાર પણ જપ્ત કરી હતી જમન ભાયાણી નામના આ યુવકને કીર્તિ પટેલે ધમકી આપી હતી તે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીનો ભત્રીજો હોવાનું કહેવાય છે.

જૂનાગઢની વિસાવદર બેઠક પરથી ભૂપત ભાયાણીનો વિજય થયો છે કીર્તિ પટેલે ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા વીડિયોમાં તેણે કહ્યું હતું કે ભૂપત ભાયાણીના ભત્રીજાએ દીકરીઓ સામે અપશબ્દો બોલ્યા હતા તેથી જ હું ભેંસાણ જાઉં છું.

જો મને કંઈ થશે તો ભૂપત ભાયાણી જવાબદાર રહેશે વિવાદાસ્પદ ટીકટોક ગર્લ કીર્તિ પટેલની ગયા વર્ષે મે મહિનામાં વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી હતી. વસ્ત્રાપુર પોલીસે એસજી હાઈવે પાસે મારામારીના ગુનામાં વસ્ત્રાપુરની એક યુવતીને દુશ્મનાવટ રાખી ધમકી આપતાં કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે કીર્તિ પટેલ અને ભરત ભરવાડ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર તેના વિશે અભદ્ર લખાણ અને ફોટા ફેલાવવા બદલ ગુનો નોંધ્યો હતો. ત્યારે કીર્તિ પટેલ પર હુમલાનો આરોપ લાગ્યો હતો. કીર્તિ સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે કીર્તિના ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. કીર્તિ અમદાવાદની રહેવાસી છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*