
વર્ષ ૨૦૨૦મા અચાનક જ એક બાદ એક ટીવી અને બોલીવુડ કલાકારોની આત્મહત્યાના સામે આવેલા કિસ્સા તો તમને યાદ હશે જ હાલમાં પણ આવી જ પરિસ્થિતિ ફરી એકવાર સર્જાતી જોવા મળી રહી છે.
થોડા દિવસ પહેલાં જ મલયાલમ અભિનેત્રી સહાનાં નું રહસ્યમય રીતે મોત થયું હોવાનું સામે આવ્યું હતું જે બાદ બંગાળી ટીવી અભિનેત્રી પલ્લવી ડેના ઘરમાંથી જ તેની લાશ મળી આવી હતી.
પલ્લવી ડે તેના ઘરમાં પંખાથી લટકતી જોવા મળી હતી જો કે પલ્લવી ડે નું મોત આત્મહત્યા છે કે હત્યા તે અંગે હજુ તપાસ કરવામાં આવી રહી છે એવામાં હાલમાં એક ટ્રાન્સજેન્ડર અભિનેત્રીએ પણ પોતાના ઘરમાં જ પંખા સાથે લટકી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
હાલમાં સામે આવેલી ખબર અનુસાર શેરીન શેલીન મેથ્યુ નામની ૨૬ વર્ષીય અભિનેત્રી કોચીમાં પોતાની એક દોસ્ત સાથે રહેતી હતી શેરિન ના રૂમમાં જતા જ દોસ્તને અચાનક તે પંખા સાથે લટકતી જોવા મળી હતી.
ખબર પ્રમાણે આ અભિનેત્રી મિત્રો સાથેના અણબનાવને કારણે કેટલાક સમયથી ડિપ્રેશનમા હતી જો કે આ મામલે હાલમાં કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે જણાવી દઈએ કે ગત વર્ષે એક ટ્રાન્સજેન્ડર અનન્યા કુમારી એલેક્સ એ પણ આ જ રીતે પંખા સાથે લટકી આત્મહત્યા કરી હતી.
Leave a Reply