
બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનનું નામ આજે કોઈથી અજાણ્યું નથી બોલીવુડમાં મહાનાયક શહેનશાહ અને બિગ બી જેવા અનેક નામોથી ઓળખતા આ અભિનેતા પોતાના અભિનય અને ફિટનેસ ને કારણે જેટલા ચર્ચામાં રહેતા હોય છે તેટલા જ પોતાની સભ્યતા ને કારણે ચર્ચામાં રહેતા હોય છે.
અભિનેતા ૮૦ વર્ષની ઉંમરમાં પણ બોલીવુડમાં કાર્યરત છે સાથે જ તે સોશીયલ મીડીયા પર પણ સક્રિય રહેતા હોય છે આ સોશીયલ મીડીયા ને કારણે તેમને અવારનવાર બીજા કલાકારોની જેમ જ ટ્રોલનો ભોગ બનવું પડતું હોય છે.
જો કે એક તરફ તરફ કલાકારો લોકોની વાતોની અવગણના કરી દેતા હોય છે એવામાં બિગ બી આવા ટ્રોલનો વળતો જવાબ આપતા હોય છે હાલમાં પણ બિગ બી એ કેટલાક લોકોના ખરાબ વર્તનનો જવાબ આપ્યો છે જેને કારણે તે ચર્ચામાં આવ્યા છે.
ગઇકાલે જ અમિતાભ બચ્ચને પોતાના સોશીયલ મીડીયા પર ગુડ મોર્નિંગ લખીને પોસ્ટ કર્યું હતું જો કે આ પોસ્ટ પર કેટલાક લોકોએ અભદ્ર ભાષામાં કૉમેન્ટ કરી હતી કોઈએ લખ્યું હતું રાત્રે વધારે ચડી ગઈ હતી એટલે ૧૧ વાગ્યે સવાર પડી.
તો કોઈએ મહા નલાયક જી કહીને કૉમેન્ટ કરી હતી જો કે આ બંને કૉમેન્ટ નો બિગ બી એ સભ્યતા સાથે જવાબ આપ્યો હતો બિગ બી એ દા!રૂની કૉમેન્ટનો જવાબ આપતા કહ્યું અમે જાતે પીતા નથી બીજાને પીવડાવી એ છીએ મધુશાલા તો બીજાની કૉમેન્ટ નો જવાબ આપતા કહ્યું રાતે કામ કરી રહ્યા હતા તો સવારે મોડા ઉઠયા લાયકજી.
Leave a Reply