
તુનિષા શર્માની ખુદખુશીના કારણે તેના પૂર્વ બોયફ્રેન્ડ શીજાન ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે તુનીષાના પરિવારે અભિનેત્રીના મોત માટે શીજાન ખાનને જવાબદાર ગણાવ્યો છે. શીજાન પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ તેની સતત પૂછપરછ કરી રહી છે.
ગતરોજ શીજાનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ જે રીતે શીજાનને ખેંચી રહી છે તેનાથી લોકોનો રોષ ફાટી નીકળ્યો છે શીજાન ખાન અગાઉ 28 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં હતો. તેને આગલા દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
જ્યાં કોર્ટે તેના રિમાન્ડ વધારવાનો નિર્ણય આપ્યો હતો. શીજાનને કોર્ટમાં લઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શીજાન વાદળી રંગની હૂડી અને જીન્સમાં જોવા મળી રહ્યો છે. શીજાન ઉઘાડપગું છે તેણે પગમાં ચપ્પલ પણ પહેર્યા નથી પોલીસ શીજાનને કારમાંથી ખેંચીને લઈ જતી જોવા મળે છે.
જો જોવામાં આવે તો શીજાન ખાન સામે પોલીસને હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી અને લોકોને પોલીસનું શીજાન સાથેનું ખરાબ વર્તન ગમ્યું નથી.
Leave a Reply