
દોસ્તો છેલ્લા 10 દિવસથી તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદ એક તરફ તબાહીનું દ્રશ્ય છે તો બીજી તરફ કેટલીક એવી વાતો સામે આવી રહી છે જે હિંમત, જીવંતતા, માનવતા અને ચમત્કારોમાં પણ વિશ્વાસ કરવાનું કહી રહી છે.
હાલમાં એક તસવીર વાયરલ થઈ રહી છે જેમા એક બાળક 45 કલાક સુધી કાટમાળમાં ફસાયેલો હતો આ 2 વર્ષના બાળકને ઢાંકણામાંથી પાણી પાઈને તેને બચાવી લેવામાં આવ્યો હતો.
તુર્કીમાં મૃત્યુઆંક 8,000 ને વટાવી ગયો છે દરેક જીવ બચાવવા માટે રેસ્ક્યુ ટીમ 24 કલાક કામ કરી રહી છે સીરિયાના અલેપ્પો શહેરમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં, કાટમાળના ઢગલા હેઠળ, એક ચીસો સંભળાઈ જણાવવામાં આવી રહ્યું છે કે એક માતાએ 5 માળની ઈમારતના કાટમાળ નીચે દીકરીને જન્મ આપ્યો અને પછી તેનું મોત થઈ ગયું.
જન્મના લગભગ 10 કલાક પછી જ્યારે રેસ્ક્યૂ ટીમે તેના રડવાનો અવાજ સાંભળ્ય ત્યારે તેને બહાર કાઢવામાં આવી કાટમાળ નીચે મળેલી આ બાળકી હવે તેના પરિવારની એકમાત્ર સભ્ય છે
Leave a Reply