
દોસ્તો આ અઠવાડિયાનો પ્રથમ દિવસ તુર્કી માટે આપત્તિ લાવ્યો છે સવારે 4.17 વાગ્યે ભૂકંપના પ્રથમ આંચકાએ અનેક લોકોના જીવ લીધા હતા આ પછી સતત ભૂકંપના આંચકા અને આફ્ટરશોક્સે ઘણા મોટા શહેરોને કાટમાળમાં ફેરવી દીધા હતા.
ભારત સહિત ઘણા દેશોએ તુર્કીમાં રાહત બચાવ માટે ટીમ મોકલી છે આ વચ્ચે એક્સપર્ટ કહે છે કે ભૂકંપ એટલો તીવ્રતા વાળો હતો કે તુર્કી 10 ફૂટ ખસી ગયું છે.
સિસ્મોલોજીસ્ટ ડો.કાર્લો ડોગલિયોનીએ આ અંગે વિસ્તૃત માહિતી આપી છે તેમણે કહ્યું કે સીરિયાની સરખામણીમાં તુર્કીની ટેકટોનિક પ્લેટ્સ 5 થી 6 મીટર સુધી આગળ વધી શકે છે. તેમણે વધુમાં સમજાવ્યું કે તુર્કી વાસ્તવમાં અનેક મુખ્ય ફોલ્ટલાઈન પર સ્થિત છે તે એનાટોલીયન પ્લેટ અરેબિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટ સાથે જોડાયેલ છે.
આ જ કારણ છે કે અહીં ભૂકંપનું જોખમ સૌથી વધુ છે. ત્યાંના હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે એનાટોલીયન પ્લેટ અને અરેબિયન પ્લેટ વચ્ચેની 225 કિલોમીટરની ફોલ્ટલાઈન તૂટી ગઈ છે.
ભૂકંપના કારણે તુર્કી અને સીરિયામાં ત્યાંની સ્થિતિ સામાન્ય નથી આ વિનાશક ભૂકંપને કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે જ્યારે 7700 થી વધુ લોકોના જીવ ગયા છે એક પછી એક આફ્ટરશોક્સે અનેક લોકોના જીવ છીનવી લીધા છે.
Leave a Reply