
વડોદરાનો ફતેગંજ બ્રિજ દિવસેને દિવસે જાણતા માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે ગઇકાલે રાત્રે જ ફરી એક વાર આ બ્રિજ પર ધ્રુજાવી નાખે તેવો અકસ્માત સર્જાયો હતો મોડી રાત્રે બે બાઇક સવારો ફતેગંજ બ્રિજ પરથી સવાર થઈ રહ્યા હતા.
આ દરમિયાન હર્ષ લિંબાચિયા અને દેવલ રાજેશ સોલંકી નામના બે યુવકો દીવાલ સાથે અથડાઈને બ્રિજ સાથે પટકાયા હતા આ ગોજારા અકસ્માતમાં એક યુવકનું અવસાન થયું છે જેને પગલે ઘટના સ્થળે ટોળાં ને ટોળાં ભેગા થઈ ગયા હતા.
આ બાદ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે બાઇક સવાર હર્ષ લિંબાચિયાનું અવસાન થવાને કારણે પરિવારમાં દુખની લાગણી પ્રસરી ગઈ હતી.
કહેવામા આવે છે કે મોડી રાત્રે હર્ષ લિંબાચિયા અને દેવલ રાજેશ સોલંકી નામના બે યુવક બ્રિજની દીવાલ સાથે અથડાયા હતા આના કારણે બંને યુવકો પુલ પરથી નીચે પડી ગયા હતા આ બાદ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડતા ત્યાં હર્ષ લીંબચીયાનું નિધન થયું હતું.
Leave a Reply