
ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી એટલે કે મંગળવારથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 7 વિકેટે 373 રન બનાવ્યા હતા.
મેચની બીજી ઇનિંગમાં ભારતીય ઝડપી બોલર ઉમરાન મલિક એ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ઉમરાન હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ભારતીય બોલર બની ગયો છે.
ઉમરાને પ્રથમ ODIમાં 156 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈપણ ભારતીય દ્વારા ફેંકવામાં આવેલો સૌથી ઝડપી બોલ છે. મલિકનું નામ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી બોલ ફેંકવા માટે ભારતીયોમાં નોંધાયેલું છે તેણે આ બોલ તેની બીજી ઓવરમાં 156 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો.
T20I માં કોઈપણ ભારતીય દ્વારા સૌથી ઝડપી બોલ નાખવાનો રેકોર્ડ તેના નામે છે. મલિકે ટી20માં સૌથી ઝડપી 155 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી છે. IPLમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો ભારતીય રેકોર્ડ પણ તેના નામે છે.
જો કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ શોએબ અખ્તરના નામે છે. પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર અખ્તરે ન્યૂઝીલેન્ડ સામે 161 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેના પછી ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર બ્રેટ લીએ દક્ષિણ આફ્રિકા સામે 157.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી છે.
Leave a Reply