દુબઈમાં અતરંગી કપડાં ઉર્ફિને પહેરવા પડ્યા ભારે, પોલીસના હાથ આવતા ચ્ચલી રહી છે પૂછપરછ…

દુબઈમાં અતરંગી કપડાં ઉર્ફિને પહેરવા પડ્યા ભારે
દુબઈમાં અતરંગી કપડાં ઉર્ફિને પહેરવા પડ્યા ભારે

હાલના સમયના અંદર અભિનેત્રી ઉર્ફિ જાવેદ પોતાના આતરંગી કપડાને કારણે ચર્ચામાં આવી છે ઉર્ફી જાવેદ નાના પડદાની એક એવી અભિનેત્રી છે જે તેના કામ કરતાં તેના અસામાન્ય કપડાંને કારણે વધુ હેડલાઈન્સનો હિસ્સો રહે છે.

પરંતુ હવે એવા સમાચાર છે કે કપડાના કારણે દુબઈમાં તેની મુશ્કેલીઓ વધી ગઈ છે અને ત્યાંની પોલીસ તેની પૂછપરછ કરી રહી છે ઉર્ફી જાવેદ છેલ્લા કેટલાક સમયથી તેના આગામી પ્રોજેક્ટના શૂટિંગ માટે દુબઈમાં છે જ્યાંથી તે સતત તેના ફોટા અને વીડિયો શેર કરી રહી છે.

દરમિયાન, તે ત્યાં નિયમોનું પાલન ન કરવા માટે મુશ્કેલીમાં છે ઉર્ફી જાવેદની નજીકના એક સૂત્રએ જણાવ્યું કે ઉર્ફીએ દુબઈમાં પોતાના દ્વારા ડિઝાઈન કરેલા કપડાં પહેરીને તેના સોશિયલ મીડિયા હેન્ડલ માટે એક વીડિયો બનાવ્યો હતો દુબઈના લોકોને તેનો ડ્રેસ આકર્ષક લાગ્યો.

સૂત્રના જણાવ્યા અનુસાર, ઉર્ફાના કપડામાં કોઈ સમસ્યા નહોતી પરંતુ ઉર્ફીએ આ વીડિયો એક ખુલ્લી જગ્યાએ બનાવ્યો હતો અને ઉર્ફી જે પ્રકારના કપડાં પહેરતી હતી તે પહેરવાની મનાઈ છે સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ આ મામલે ઉર્ફી જાવેદની પૂછપરછ કરી રહી છે.

શક્ય છે કે ઉર્ફીની ભારત મુલાકાત સ્થગિત કરવામાં આવે પોલીસ તેમની રિટર્ન ટિકિટ મુલતવી રાખી શકે છે જો કે હવે આ મામલે આગળ શું થાય છે તે જોવાનું રહેશે. હાલમાં જ દુબઈથી ઉર્ફીની બીમારીના સમાચાર પણ સામે આવ્યા હતા અને હવે તે પોલીસના ચુંગાલમાં ફસાઈ ગઈ છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*