
વરુણ ધવન જ્યારે સ્કૂલમાં હતો ત્યારે તેની પત્ની નતાશા દલાલને મળ્યો હતો. આ બંને લવબર્ડ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને ત્યારબાદ 24 જાન્યુઆરી 2021ના રોજ તેમના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કરી લીધા હતા.
લગ્નના બે વર્ષ પુરા થવા પર આ સ્ટાર કપલે ગ્રાન્ડ એનિવર્સરી પાર્ટી આપી હતી વરુણ ધવનની જુગ જુગ જિયોના કો-સ્ટાર, પીઢ અભિનેતા અનિલ કપૂરે પણ ખૂબ જ સ્ટાઇલિશ દેખાવ કર્યો હતો એક્ટર ઓલ-બ્લેક લૂકમાં સ્માર્ટ લાગતો હતો.
અભિનેત્રી સારા અલી ખાન વરુણ અને નતાશાની એનિવર્સરી પાર્ટીમાં ભારતીય લુકમાં શરારા સૂટ પહેરીને પહોંચી હતી અભિનેત્રીનો આ ગુલાબી સૂટ બધાને પસંદ આવ્યો હતો, પરંતુ બધાનું ધ્યાન અભિનેત્રીના નાક પરની ઈજા પર હતું.
વરુણના નજીકના મિત્ર અર્જુન કપૂર અને તેની ગર્લફ્રેન્ડ અભિનેત્રી મલાઈકા અરોરા પણ વરુણ અને નતાશાને તેમના લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા આપવા પહોંચ્યા હતા.
વરુણ અને નતાશાની પાર્ટીમાં જાહ્નવી કપૂર અને ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ જોવા મળ્યા હતા. મનીષ બ્લેક ડ્રેસમાં હતો તો જ્હાન્વી પણ બ્લેક ડ્રેસમાં લોકોની નાડી વધારી રહી હતી.
Leave a Reply