સાઉથ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ચલપતિ રાવનું 78 વર્ષની વયે નિધન, નાગાર્જુનના ખાસ મિત્ર હતા…

Veteran South Indian actor Chalapathi Rao passed away at

તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે હા મિત્રો અભિનેતા નાગાર્જુનના નજીકના દોસ્તનું નિધન થયું છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેલુગુ ફિલ્મ અભિનેતા ચલપતિ રાવનું 78 વર્ષની વયે નિધન થયું છે પ્રાપ્ત માહિતી અનુસાર ચલપતિ રાવનું અવસાન હાર્ટ એટેકના કારણે થયું હોવાનું કહેવાય છે.

રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ સ્ટાર ઘણા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. તેને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી જેના કારણે 25 ડિસેમ્બરની સવારે અભિનેતાનું અવસાન થયું. ચલપતિ રાવના અવસાનથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે ફિલ્મ સ્ટાર ચલપતિ રાવે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર લાંબા વર્ષો સુધી શાસન કર્યું.

અભિનેતાએ ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ સ્ટારના નિધનથી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. ખાતામાં સાઉથની ઘણી ફિલ્મો છે. આ ફિલ્મ સ્ટારે બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે સુપરસ્ટાર સલમાન ખાન સ્ટારર ફિલ્મ કિકનો પણ ભાગ હતો. ચલપતિ રાવ ઘણા સમયથી ફિલ્મો કરી રહ્યા ન હતા. અભિનેતા છેલ્લે બંગારાજુમાં જોવા મળ્યો હતો.

તેલુગુ સિનેમામાં તેની ખૂબ જ ફેન ફોલોઈંગ હતી.આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા અભિનેતા કૈકલા સત્યનારાયણના નિધનના સમાચાર સામે આવ્યા હતા. આ દુઃખદ ઘટનાને કારણે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ હતી.

તેલુગુ ફિલ્મ ઉદ્યોગ હજુ કૈકલા સત્યનારાયણના અવસાનના સમાચારમાંથી બહાર આવ્યો ન હતો કે વધુ એક ખરાબ સમાચારે ઉદ્યોગ શોકમાં ડૂબી ગયો છે ચલપતિ રાવે સાક્ષી ડ્રાઈવર રામુડુ અને વજ્રમ જેવી હિટ ફિલ્મો આપી છે આ સાથે તેણે નિર્માતા તરીકે ઘણી ફિલ્મો પણ બનાવી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*