ઉચ્ચ જાતિની છોકરી સાથે લગ્ન કરવાથી ગ્રામજનોએ કર્યો 17 પરિવારોનો બહિષ્કાર….

ગ્રામજનોએ 17 પરિવારોનો કર્યો બહિષ્કાર
ગ્રામજનોએ 17 પરિવારોનો કર્યો બહિષ્કાર

ગુજરાતના ભુતાવડ ગામમાં વાળંદ સમુદાયના 17 પરિવારો સામાજિક બહિષ્કારનો સામનો કરી રહ્યા છે સમાજના એક યુવકે ઉચ્ચ જાતિની મહિલા સાથે લગ્ન કર્યા છે. પરિવારના એક સભ્ય પ્રભુદાસે મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે અમારા સમાજના એક યુવકે ચૌધરી પરિવાર પટેલની મહિલા સાથે લગ્ન કર્યા છે.

અમે પણ આ પ્રેમ લગ્નના વિરોધમાં છીએ તેમ છતાં ભૂતવડ ગામમાં ઉચ્ચ જાતિના લોકો સામાજિક બહિષ્કાર કરી રહ્યા છે તેઓએ પરિવારોને દૂધ અને અન્ય કરિયાણા વેચવાનું બંધ કરી દીધું છે બાળકોને શાળાએ જવાની મંજૂરી નથી અને સગર્ભા સ્ત્રી સાથે ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે.

મંજુલાબેને ફરિયાદ કરી, મહિલાઓ અને બાળકોને સૌથી વધુ અસર થાય છે. પુરૂષોએ ઉચ્ચ જાતિના માણસો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં તેઓ અડગ છે અને અમને ગામમાં રહેવા દેતા નથી તેઓએ આક્ષેપ કર્યો હતો.

અને જિલ્લા વહીવટીતંત્રે તાત્કાલિક આ મામલે દરમિયાનગીરી કરવી જોઈએ તેવી માંગ કરી હતી પ્રભુદાસે જણાવ્યું હતું કે અમે કલેક્ટર કચેરીમાં એક મેમોરેન્ડમ આપીને ગામના પુનઃવસન માટે આજીજી કરી છે.

જિલ્લા કલેક્ટર નરેન્દ્ર મીણાએ જણાવ્યું હતું કે બુધવારની સાંજે આ બાબત મારા ધ્યાન પર આવી હતી મેં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને સ્થાનિક અધિકારીઓને ગામની મુલાકાત લેવા અને 24 કલાકની અંદર સમસ્યાનો ઉકેલ લાવવાનો નિર્દેશ આપ્યો છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*