
ભારતે શ્રીલંકા સામેની બીજી વનડે જીતીને શ્રેણી જીતી લીધી છે. કોલકાતાના ઈડન ગાર્ડનમાં ગુરુવારે રમાયેલી મેચમાં ભારતે શ્રીલંકાને 4 વિકેટે હરાવ્યું હતું. આ જીત બાદ ટીમ ઈન્ડિયાએ જોરદાર ઉજવણી કરી હતી.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને યુવા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બંને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
ગુરુવારે રમાયેલી મેચમાં ભલે ઈશાન કિશનને તક ન મળી હોય પરંતુ તેણે ટીમની ભવ્ય જીત પર કોહલી સાથે ડાન્સ કર્યો હતો તેણે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાં બેવડી સદી ફટકારી હતી.
શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ ત્રણેય મેચમાં ઈશાન કિશનને ઓપનિંગ કરવાની તક આપી હતી. પરંતુ તે આખી શ્રેણીમાં માત્ર 39 રન જ બનાવી શક્યો હતો. આ પછી ઈશાન કિશનને ODI સિરીઝમાં તક મળવાની આશા હતી પરંતુ કેપ્ટન રોહિત શર્માએ શુભમન ગિલને તક આપી.
શુભમને પ્રથમ મેચમાં અડધી સદી ફટકારી હતી જ્યારે બીજી મેચમાં તેણે 21 રનની ઇનિંગ રમી હતી ત્રીજી અને છેલ્લી વનડે રવિવારે તિરુવનંતપુરમમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા 3-0થી શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે.
Leave a Reply