
હાલમાં ભારતીય ટીમના ક્રિકેટર વિરાટ કોહલી ફરી એકવાર ઉત્તરાખંડ બાબા પાસે પોહોચ્યા હતા ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સીરીઝ પહેલા ફરી એકવાર તેની માતા સરોજ કોહલી અને પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે ઉત્તરાખંડ પહોંચી ગયો છે.
નવેમ્બર 2022 ના મહિનાની શરૂઆતમાં, તેઓ તેમના પરિવાર સાથે બાબા નીમ કરૌલીના આશ્રમ કેંચી ધામ અને મુક્તેશ્વર પહોંચ્યા હતા સોમવારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આધ્યાત્મિક ગુરુ સ્વામી દયાનંદ સરસ્વતીના ઋષિકેશમાં આવેલા આશ્રમ પહોંચ્યા હતા.
અહીં તેમણે ગુરુની સમાધિ પર ફૂલ અર્પણ કર્યા બાદ 20 મિનિટ સુધી ધ્યાન કર્યું. મંગળવારે સવારે લગભગ 4.30 વાગે વિરાટ કોહલી અનુષ્કા સાથે ગંગા કિનારે આસ્થા પથ પર મોર્નિંગ વોક માટે ગયો હતો વહેલી સવારે ફરવા આવેલા કેટલાક લોકો તેને ઓળખી ગયા.
આ દરમિયાન વિરાટના આવવાના સમાચાર ચારે બાજુ ફેલાઈ ગયા. વિરાટ અને અનુષ્કા લગભગ એક કલાક સુધી આસ્થાના માર્ગ પર ચાલીને આશ્રમ પરત ફર્યા હતા. આજે મંગળવારે બપોરે વિરાટ અને અનુષ્કા આશ્રમમાં સંતોને ભંડારો આપશે.
સ્વામી દયાનંદ સરસ્વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આધ્યાત્મિક શિક્ષક હતા વડાપ્રધાન પોતે સપ્ટેમ્બર 2015માં તેમને મળવા અહીં આવ્યા હતા. બાદમાં સ્વામી દયાનંદ સરસ્વતી બ્રહ્મલિન બન્યા હતા.
Leave a Reply