
કહેવાય છે ને કે જીવનનો કોઈ ભરોસો નથી બે મિનિટ પહેલા હસતો બોલતાં વ્યક્તિ વિશે બે મિનિટ બાદ મૃત્યુના સમાચાર પણ સાંભળવા મળી શકે છે.
હાલમાં આવું જ કંઈ થયું છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્રુ સાયમંડ સાથે ગત શનિવારે જ ઓસ્ટ્રેલિયાના જાણીતા ક્રિકેટર જેમને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે એવા એન્ડ્રુ સાયમંડ નું નિધન થયું છે.
શનિવાર રાત્રે એન્ડ્રુ સાયમંડ એકલા જ પોતાની કારમાં ક્વીન્સલેન્ડના રસ્તા પર જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ તેમની કાર પલટી ખાઇ જતાં તેમનું નિધન થયું છે.
જો કે ઘટના સ્થળે પહોચેલા ત્યાંના જ એક વ્યક્તિએ આ ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું કે કાર પલટી મારવાનો અવાજ સાંભળતાં જ તે ત્યાં પહોંચ્યો હતો તેને એન્ડ્રુ સાયમંડને કાર માથી બહાર નીકાળી તેને સિપીઆર આપ્યું હતું તાત્કાલિક સારવાર પણ આપવામાં આવી તેમ છતાં તેમનું મોત નિપજ્યું હતુ.
હાલમાં ક્રિકેટ જગતના અનેક લોકોએ આ ક્રિકેટર ને શ્રદ્ધાંજલી આપી છે જો કે ભારતીય ક્રિકેટ ટીમના એક ક્રિકેટર વી વીએસ લક્ષમણ એ આ ક્રિકેટર ને શ્રદ્ધાંજલી આપતા એક એવી ભૂલ કરી કે લોકોએ તેમને સલાહ આપવાની શરૂઆત કરી દીધી.
વી વીએસ લક્ષણએ એન્ડ્રુ સાયમંડના મોત પર દુઃખ વ્યક્ત કર્યા બાદ પોસ્ટમાં ભૂલથી હાર્ટ ઇમોજી અને હસતા ઇમોજી મૂકી દીધા હતા જે બાદ લોકોએ તેને હાર્ટ કેવી રીતે મૂકવું તે યાદ કરાવી દીધું છે.
Leave a Reply