ચા બનાવવા માટે ગેસ સળગાવ્યું તો થયો બ્લાસ્ટ, પતિ-પત્ની સહિત 4 બાળકો રા!ખ થઈ ગયા…

હરિયાણાના પાણીપતના તહેસીલ કેમ્પમાં ગુરુવારે સવારે એક મોટી દુર્ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના અવસાન થયા છે. અહીં એક ઘરમાં ગેસ સિલિન્ડર લીક થયું હતું. જેના કારણે આખું ઘર આગની લપેટમાં આવી ગયું હતું.

તે સમયે ઘરની અંદર પતિ-પત્ની અને 4 બાળકો હાજર હતા આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે પલંગ પર સૂતા તમામ લોકો દાઝી ગયા હતા. તેમને અંદરથી બહાર નીકળવાની કે અવાજ કરવાની તક પણ મળી ન હતી.

અકસ્માતની જાણ થતાં જ ત્યાં અફરા-તફરી મચી ગઈ હતી, પાડોશીઓ ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં બધું બળીને રાખ થઈ ગયું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. તે જ સમયે, અકસ્માતની જાણ થતાં, પોલીસ, ફાયર બ્રિગેડ સહિતની તમામ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ઘરના લોકોને જીવતા સળગાવી કોલસામાં ફેરવાઈ ગયા. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. કોઈને પણ ઘરની અંદર જવાની પરવાનગી નથી. આ સમગ્ર અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે કે તેમાંથી કોઈ કેમ બચી શક્યું નથી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*