
આ વર્ષે મિસ યુનિવર્સ સ્પર્ધામાં, વિશ્વભરના સ્પર્ધકોએ કોસ્ચ્યુમ રાઉન્ડ દરમિયાન તેમના દેખાવથી ધ્યાન ખેંચ્યું હતું નેપાળના સ્પર્ધકનો લુક પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મિસ યુનિવર્સ સ્પર્ધા 2023માં નેપાળનું પ્રતિનિધિત્વ કરતી, મોડલ સોફિયા ભુજેલ કોસ્ચ્યુમ રાઉન્ડ દરમિયાન મા કાલીના અવતારમાં સ્ટેજ પર પહોંચી હતી. તેનો આ લુક જોઈને ત્યાં હાજર તમામ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા.
નેપાળને પરંપરાઓ અને દેવી પૂજાની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં સોફિયાએ મિસ યુનિવર્સનાં મંચ પર માત્ર પોતાના દેશનું પ્રતિનિધિત્વ જ નથી કર્યું, પરંતુ વિશ્વને તેના દેશની સંસ્કૃતિથી પણ વાકેફ કરાવ્યું હતું.
કારણ કે સ્ટેજ પર દેવી બનીને ચાલતી હોવાથી તેનો આ લુક ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઈન્ટરનેટ અને વિવિધ દેશોના લોકો પણ તેના લુકના વખાણ કરી રહ્યા છે.સોફિયા ભુજેલને 25 ઓગસ્ટ 2022ના રોજ મિસ યુનિવર્સ નેપાળ 2022નો તાજ પહેરાવવામાં આવ્યો હતો.
Leave a Reply