
હાલના સમયના અંદર કાળજું કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે જેમાં પિતા ધ્વારા જ હત્યા કરવામાં આવી હતી મધ્યપ્રદેશમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે અહીં એક પાગલ પતિએ તેના બે બાળકો અને પત્નીની કુહાડીના ઘા મારીને હત્યા કરી નાખી.
તેણે ત્રણેય મૃતદેહોને ઘરના વરંડામાં દાટી દીધા ટ્રિપલ મર્ડરની આ સનસનાટીભરી ઘટના શહેરથી 8 કિલોમીટર દૂર વિંધ્યવાસિની કોલોનીમાં બની હતી. આ આરોપીની બીજી પત્ની હતી. પારિવારિક અણબનાવના કારણે તેણે આ હત્યા કરી હતી તે રેલવેમાં ગેંગમેન છે.
આ હત્યાકાંડ પછી તે સરળતાથી પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત થઈ ગયો હતો પોલીસે તેની ધરપકડ કરી છે પોલીસે મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે પોલીસના જણાવ્યા અનુસાર લોકોએ ડીડી નગર પોલીસ સ્ટેશનને જાણ કરી કે આરોપી સોનુ તલવાડેના ઘરમાંથી દુર્ગંધ આવી રહી છે.
તેના પરિવારના સભ્યો પણ લગભગ દોઢ મહિનાથી દેખાતા નથી માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી લોકો અને પરિચિતોએ સોનુ પર શંકા વ્યક્ત કરી હતી.
જ્યારે પોલીસે આરોપીના ઘરના વરંડામાં ખોદકામ કર્યું તો લોકો ચોંકી ઉઠ્યા તેમાં ત્રણ મૃતદેહો દફનાવવામાં આવ્યા હતા સોનુએ તેની બીજી પત્ની સાત વર્ષના પુત્ર અને 4 વર્ષની માસૂમ બાળકીને કુહાડીથી કાપીને ઘરના વરંડામાં દાટી દીધી હતી.
Leave a Reply